અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. અચાનક ફાટી નીકળેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. 

જો કે, આ હોનારતમાં કોરોનાના દર્દી એવા 5 પુરૂષ અને 3 મહિલા સહિત કુલ 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

મળતી માહિતી મુજબ રાત્રે 3 વાગે આગ લાગી હતી. આગના કારણની તપાસ ચાલુ છે. આ હોસ્પિટલમાં કુલ 49 લોકો દાખલ હતાં. આઈસીયુમાં દાખલ 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરૂષો અને 3 મહિલા સામેલ છે.  જ્યારે 41ને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે.

Read Full Article Here

Continue Reading

અમદાવાદ અગ્નિકાંડ બાદ સરકાર હરકતમાં, ગુજરાતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે વધુ એક મોટો ખુલાસો

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલી કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આજની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં શ્રેય હોસ્પિટલને લઈને એક ખુલાસો થયો છે. શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટીનું સર્ટીફિકેટ મળ્યું નહોતું. તેમ છતાં વગર ફાયરસર્ટીએ AMCએ કોવિડ હોસ્પિટલ બનાવવાની પરમિશન આપી હતી. ત્યારબાદ આ ઘટનામાં ફાયર સેફ્ટી મુદ્દે પણ આજે વધુ એક મોટો ખુલાસો થયો છે. જેમાં આખા અમદાવાદ શહેરમાં માત્ર 91 ફાયર NOC જ હોવાનું સામે આવ્યું છે. 2100 મોટી હોસ્પિટલ વચ્ચે માત્ર 91 ફાયર NOC હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ માહિતી સામે આવતા કાયદો માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

અમદાવાદમાં આજે સવારે બનેલી ઘટનાના પડદા રાજકોટ સહિત જગ્યાએ પડ્યા હતા. રાજકોટમાં ફાયર સેફ્ટીના ચકાસણીના આદેશ આપી દેવામાં આવી છે. રાજકોટમાં આવેલી તમામ કોવિડ 19 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપી દેવામાં આવ્યા છે, એટલું જ નહીં, શહેરની 16 ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યો છે. અને સાંજ સુધીમાં સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે.

Read Full Article Here

Continue Reading

આગ લાગ્યા બાદ જ સરકાર કૂવો ખોદવા નીકળે છે, સુરત આગકાંડમાં પણ એવુ જ થયું હતું

અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) માં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે. પરંતુ જમીની હકીકત એ છે કે, સરકાર આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળે છે. સુરતમાં તક્ષશિલા આગકાંડ પણ આવુ જ થયું હતું. પરંતુ સરકાર સુરતની ઘટનાથી કોઈ બોધપાઠ લઈ શકી નથી. ગુજરાતમાં સંખ્યાબંધ ઈમારતો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી. આ ઈમારતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. સુરત અગ્નિકાંડ (surat fire tragedy)  બાદ પણ આવી જ રીતે ચેકિંગના આદેશો અપાયા હતા. સરકારની આવી જ બેદરકારીને કારણે એક વર્ષ પહેલા 22 માસુમો જીવતા ભૂંજાયા હતા, અને આજે 8 કોરોનાના દર્દીઓને આગની જ્વાળામાં લપેટાયા બાદ મોતના મુખમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે, ક્યારે તંત્ર જાગશે. તંત્રની આંખ ખોલવા માટે આવી ઘટના બનતી રહેવી જોઈએ? ઘટનાઓ બાદ સરકારી બાબુઓ પાછા આળસ મરોડીને ખુરશી પર બેસી જાય છે. જો સમયાંતરે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત દર વર્ષે આવી ઘટનાઓનું સાક્ષી નહિ બને.  

Read Full Article here

Continue Reading

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ / રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

અમદાવાદ. કોરોના વાઈરસની સારવાર માટે શહેરમાં અનેક હોસ્પિટલમાં અનેક લોકો દાખલ છે. ત્યારે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આજે વહેલી સવારે ICU વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતા કોરોનાના 8 દર્દીઓના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 42 દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડાયા છે.

ધોળકાના પિતા-પુત્ર 10 દિવસથી શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં
શ્રેય હોસ્પિટલના આગના બનાવમાં એક જ પરિવારના પિતા-પુત્ર જેમને કોરોના પોઝિટિવ હતો તેમને પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે.

Read Full Article Here

Continue Reading